ફોટો મારો નહિ, ઠાકોરજીનો પાડવાનો છે
એક વખત મોડાસા ખાતે એક હરિભક્તના ઘરે પધરામણી હતી. તે હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે ફોટા પડાવવા માટે પ્રાર્થના કરી. સાથે રહેલા સંતોએ ગુરુદેવ પ.પૂ. બાપજીની આસપાસ ઘરના સભ્યોને બેસાડી દીધા અને કૅમેરાવાળાને ફોટો પાડવાનું કહ્યું.
એ વખતે ગુરુદેવ પ.પૂ. બાપજીએ કૅમેરાવાળાને રોક્યા ને સંતોને કહ્યું, “હરિકૃષ્ણ મહારાજ લાવો.” એ વખતે ગુરુદેવ પ.પૂ. બાપજીની તબિયત નાદુરસ્ત હતી એટલે ઠાકોરજી હસ્તમાં ધારણ કરી શકે નહિ તેથી સંતોએ હરિકૃષ્ણ મહારાજ આપ્યા નહીં.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “ફોટો મારો નહિ, ઠાકોરજીનો પાડવાનો છે માટે ઠાકોરજી આપો.” અને ઠાકોરજીને હસ્તમાં ધારણ કર્યા પછી જ ફોટો પાડવા દીધો.
આમ, ઠાકોરજીનું પ્રગટપણું તથા મુખ્યપણું પળે પળે ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં જણાય.