તા.૫-૪-૨૦૧૭ને હરિનવમીના દિવસે અમદાવાદ નરોડા ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણમાં પધાર્યા હતા. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ‘મુમુક્ષુતા વર્ષ’ ઉપક્રમે મહારાજમાં જોડાવા માટે ‘મંદિરે આવી ભગવાન ભજીએ’તે બાબતે વિશેષ રુચિ જણાવતાં કહ્યું કે, “પહેલાં હરિભક્તો મંદિરમાં જ પૂજા કરતા અને મંદિરમાં જ પૂજા રાખતા. તો આપણે પણ એવી રીતે મંદિરમાં આવી પૂજા કરીએ.”

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની રુચિ જાણી ઘણા મુક્તોએ આ રીતે પૂજા કરવા માટે પ્રોમિસ આપી. તે પર રાજીપો દર્શાવતાં જણાવ્યું કે, “જો એક મહિના સુધી ચાલુ રાખશો તો અમે ઓસ્ટ્રેલિયા વિચરણમાંથી પરત આવીએ ત્યારે સીધા નરોડા આવીશું.”

તા.૨૭-૪-૨૦૧૭નીરાત્રે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિદેશથી પરત પધારવાના હતા. તે વખતે વિદેશમાં પૂ.સંતોએ પ્રાર્થના કરી કે, “આપ સીધા સ્વામિનારાયણ ધામ પર પધારો. અમે હરિભક્તોને ના પાડી દઈશું.” ત્યારે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું, “અમે હરિભક્તોને વચન આપેલું છે. હવે ના ફરાય.અમે સીધા નરોડા જ જઈશું.” વિદેશથી પરત પધારી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સીધા નરોડા મંદિરે હરિભક્તોને દર્શન-આશીર્વાદનું સુખ આપવા માટે પધાર્યા અને નરોડા મંદિરે આવી રાત્રિ રોકાણ કરી વહેલી સવારે સર્વે પૂજા કરનાર હરિભક્તોને દર્શન આપી રાજીપો વરસાવ્યો.