Thank you
તા. ૧-૨-૨૦૧૮ ને ગુરુવારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વાસણા ખાતે પૂનમ સમૈયામાં હરિભક્તોને લાભ આપી રહ્યા હતા.
સભામાં ગુરુજી સૌ સંતો-હરિભક્તોને સાંખ્યજ્ઞાનની દૃઢતા કરાવતા હતા. તે વખતે વચનામૃતના રેફરન્સ તરીકે ગઢડા મધ્યના ૨૨મા વચનામૃતની વાત કરી.
સભામાં લાભ લેનાર એક જૂના હરિભક્તે કહ્યું, “દયાળુ ! મધ્યના ૨૨માં આવી વાત નથી આવતી; મધ્યનું ૨૧મું વચનામૃત છે.”
વક્તાપદે બેસી ભરસભામાં કોઈ પણ શ્રોતા કોઈ બાબત માટે કહી શકે એ જ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું નિર્માનીપણું છે.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ભરસભામાં હસ્ત જોડી હરિભક્તને કહ્યું, “Sorry ! મધ્યનું ૨૨ નહિ, મધ્યનું ૨૧મું વચનામૃત છે.” વળી, તેમણે પેલા હરિભક્તનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, “Thank you, રાજી રહેજો.”
આમ, ગુરુજીએ સ્વવર્તન દ્વારા દાસના દાસ થવાની પ્રેરણા અનંતને આપી દીધી !!!