સરળતા-સાધુ તણો શણગાર !
તા. ૬-૯-૨૦૧૩ ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં લાભ આપવા માટે પધાર્યા હતા.
સર્વે સંતો-ભક્તો ખૂબ અહોભાવ સાથે ગુરુદેવ પ.પૂ. બાપજીનો લાભ લઈ રહ્યા હતા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ બાપજીની રસપ્રદ અનુભવાત્મક અમૃતવાણીમાં નિમગ્ન હતા. ગુરુદેવ પ.પૂ. બાપજી વિશેષ લાભ આપવા માટે હજુ આતુર હતા. પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે હવે વિશેષ બોલવું હિતાવહ ન જણાતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પ્રાર્થના કરતાં કહ્યું, “દયાળુ, હવે રાખો. સમય થઈ ગયો છે.”
“સ્વામી (ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી), બે જ લીટી બાકી છે. આપ કહો તો લઈ લઉં.”
“બાપજી, એ બે લીટીમાં બહુ રહસ્ય ભર્યું છે. માટે આપ આવતી વખતે રાખો તો સારું.”
“ભલે, આવતી વખતે રાખીશું.” એમ કહી વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીએ ‘સહજાનંદ સ્વામી મહારાજની જય...’ બોલાવી સભાની પૂર્ણાહુતિ કરી દીધી.
આમ, અનંતના ગુરુસ્થાને બિરાજિત હોવા છતાં શિષ્યની રુચિમાં વર્તી સરળતાનો સદ્ગુણ શીખવનાર ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન !