એક વખત વડોદરાના રામચંદ્ર વૈદરાજે જલેબી, અન્ય ઉત્તમ પકવાન તથા શાક વગેરેનો થાળ ભરી મહારાજની મૂર્તિ આગળ ધર્યો. એ સમયે મહારાજે થાળમાંથી આઠ જલેબી લઈ દિવ્ય રૂપે એક બાઈ હરિભક્તને આપતાં કહ્યું, “આજ અમે વૈદરાજના ઘરે જમાડવા ગયા હતા. તે અમારા થાળની પ્રસાદી લાવ્યા છીએ. તે સર્વે સત્સંગીને દેજો.” પણ કોઈને દર્શન આપ્યા નહીં.

થાળ થયા બાદ વૈદરાજે જોયું તો આઠ જલેબી ઓછી થઈ હતી. વૈદરાજના હૈયે આનંદનો પાર ન રહ્યો પરંતુ આ વાત તેમણે કોઈને જણાવી નહીં. એ જ દિવસે પ્રસાદીવાળા બાઈ વૈદરાજના ઘરે આવ્યા ને બધી વાત કરી ત્યારે વૈદરાજ બોલ્યા, “હા મેં થાળ જોયો ત્યારે તેમાંથી આઠ જલેબી ઓછી થઈ હતી. મહારાજે મારી સેવા સ્વીકારી લીધી.”

વાહ પ્રભુ ! આપ પ્રતિમા સ્વરૂપે અને દિવ્ય રૂપે સદાય પ્રગટ, પ્રગટ અને પ્રગટ જ છો.