તા. ૧૦-૧૧-૨૧ના રોજ ગુરુજીના અવરભાવનું સ્વાસ્થ્ય નિરીક્ષણ કરવા ઘરના હરિભક્ત ડૉ. જય પટેલ આવ્યા.

“જય મહારાજ ! જય સ્વામિનારાયણ... બોલો શા માટે પધાર્યા ?”

“ગુરુજી, આપન હેલ્થ ચેકઅપ માટે આવ્યો છું... આપને કેમ છે ?”

“અમને સારું છે ! આપ જ્ઞાનસત્રમાં લાભ લેવા આવતા નથી ને ?!”

ડૉ. જય પટેલ કશું બોલ્યા વિના હાથ જોડી મૌન મુદ્રામાં ઊભા રહ્યા.

“જો આપે, અમારી સેવાનો લાભ લેવો હોય તો પ્રથમ આપ બે દિવસ જ્ઞાનસત્રમાં હાજરી આપી, લાભ લો. પછી આપ ચેકઅપ કરજો...”

“હા દયાળુ, હવે બે દિવસ અચૂક લાભ લઈશ પણ આપ ચેકઅપની સેવા આપો...”

ગુરુજીએ મૌન રહી મુખના ભાવોથી ‘પ્રથમ લાભ પછી ચેકઅપ કરજો’ એમ કહ્યું.

જોયું ! ગુરુજીએ પોતાના અવરભાવના સ્વાસ્થ્ય કરતાં શ્રીહરિના ઉપાસક ભક્તોના ચૈતન્યની કસર ટાળી ચોખ્ખા કરવાની અને મૂર્તિ આપવાની-પધરાવવાની અનન્ય પરવાહ રાખી છે અને રખાવી છે.