ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનકોશમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મુનિસ્વામી જ પ્રધાનપણે રહ્યા હતા.

એક વખત સભાપ્રસંગે રમૂજની પળો સ્ફુરતાં એક સંતે ગુરુદેવને રમૂજમાં કહ્યું, “બાપજી, આપના પેલા શિષ્યની વાત કરો ને !”

જેઓ નિરંતર મૂર્તિમાં રહે છે, જેમને પોતાપણાના કોઈ ભાવો જ નથી તેવા ગુરુદેવ બાપજી સહસા જ બોલી ઊઠ્યા, “સ્વામી, અમારા કોઈ શિષ્ય જ નથી. અમે જ ભગવાન સ્વામિનારાયણના દાસ છીએ.”

ગુરુદેવને મળતાં એવો સહજ અહેસાસ થાય કે, અહીં ‘હું’ નથી; કેવળ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જ પ્રધાનપણું છે.