“સ્વામી ! આ ધડ ધડ અવાજ શેનો આવે છે ? શું થાય છે ?” ગુરુજીએ પ્રાતઃ સભામાં લાભ લેતા કોઈક હરિભક્તને પૂછ્યું.

“આજે રવિવારે ગુરુકુલમાં છોકરાઓ યોગ-કસરત કરી દોડે છે.” એવો ઉત્તર હરિભક્તે બહાર પરિસરમાં જોઈને કહ્યો. “મુક્તરાજ, આ કોઈ છોકરાં નથી, મહારાજના મુક્તો છે !” દિવ્યભાવનું દર્શન કરાવતાં ગુરુજીએ હરિભક્તને કહ્યું.

જોયું ! ગુરુજીની દ્રષ્ટિએ તો નર્યો પરભાવ... પરભાવ... પરભાવ જ છે !