નંદસંતોની વાતો જેવો પ્રત્યક્ષ અનુભવ
ઈ.સ. 1982-83ના અરસામાં ગુરુદેવ પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજમાન હતા. એ વખતે અન્ય સંસ્થાના એક વડીલ સંત મંદિરે દર્શન કરવા આવ્યા.
ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે તેઓ બેઠા. ગુરુદેવ પ.પૂ. બાપજી એ વખતે કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. તેઓ માત્ર દર્શન કરવા આવેલા. પરંતુ ત્રણ ત્રણ કલાક સુધી ગુરુદેવ પ.પૂ. બાપજીની પાસે બેસી રહ્યા.
ગુરુદેવ પ.પૂ. બાપજીની કથા પૂરી થતાં તેઓ અહોભાવમાં ડૂબી ગયા અને કહ્યું, “અમે આજ સુધી સદ્. ગુણાતીતાનંદ સ્વામીની તથા નંદસંતોની વાતો વાંચી હતી પણ આજે પ્રત્યક્ષ સાંભળી એવો અનુભવ થયો.”