“ગુરુજી, અમને પ્રસાદી આપો છો તો પહેલાં આપ તો લો ! સંતોને આપો તો અમે પ્રસાદી લઈશું.” ગુરુકુલના એક વિદ્યાર્થીમુક્તે ગુરુજીને હાથ જોડી અરજ કરતાં કહ્યું.

ગુરુજી વિદ્યાર્થીમુક્તની પ્રાર્થના સાંભળી હસતાં હસતાં બોલ્યા, “અમે તમારી મા છીએ. ‘મા’નો ધર્મ પહેલાં દીકરાને આપવાનો છે. અમે પ્રથમ તો તમને પ્રસાદી આપીશું. પછી સંતો ને અમે પ્રસાદી લઈશું.”

 આમ, ‘કોટિ જનનીનાં હેત લાજે...’ની અનુભૂતિ ગુરુજીએ સદા સર્વદા કરાવી છે.