જાન્યુઆરી, 2022ની સંતશિબિર.

પૂ.સંતોના ઉતારા ગુરુકુલ બિલ્ડિંગમાં હતા. ગુરુજીએ અવરભાવમાં એ સમયે મંદવાડ લીલા ગ્રહણ કરી હતી. પણ સદાય સમત્વની ભાવનાનું પ્રતિપાદન કરનારા ગુરુજીએ અવરભાવના મંદવાડને અવગણતાં સંતોને કહ્યું, “સંતો, શિબિર દરમ્યાન અમારું આસન સૌ સંતોની સાથે ગુરુકુલ બિલ્ડિંગમાં જ રાખવાનું છે.”

પણ વરિષ્ઠ સંતોની આગ્રહભરી પ્રાર્થનાએ ગુરુજીને અનિચ્છાએ સંત આશ્રમના આસને રહેવું પડ્યું. આ એમને જરાય રુચ્યું નહીં. ‘જ્યાં અમારા સંતો ત્યાં અમે’ એ ભાવે તેઓ માંડ માંડ એક દિવસ પછી તરત જ સંતોને બોલી કહ્યું, “અમને સંતો સાથે રહેવાની ઇચ્છા છે તો સેવક ગુરુકુલમાં રહેશે....” આટલું કહી તેઓ ગુરુકુલમાં રહેવા પધારી ગયા.

આમ, ગુરુજીએ સમતાને પ્રધાન રાખવા અવરભાવના મંદવાડને ગૌણ કર્યો.