તા. ૧૯-૩-૨૦૨૨.

કાલુપુર-અમદાવાદથી મુંબઈ ટ્રેનની મુસાફરી....

રાત્રિનો સમય હતો.

ટ્રેનના કંપાર્ટમેન્ટનો એ.સી. રૂમ હતો.

વ્હાલા ગુરુજી સંગે સંતો-હરિભક્તો પણ હતા. ગુરુજીએ સંતો-હરિભક્તોને કથાવાર્તા કરી સુખિયા કર્યા ને રાત્રિશયન માટેની આજ્ઞા કરી.

એ.સી.ની ઠંડક વધુ થવાને કારણે વિદેશથી આવેલ કિશોરમુક્ત ટૂંટિયું વાળીને પોઢ્યા હતા. આ દૃશ્ય જોતાં જ ગુરુજીએ પોતાને ઓઢવાનો બ્લેન્કેટ તેમને ઓઢાડી દીધો. તેઓ પોતે આખી રાત ઓઢ્યા વગર રહ્યા ને ઊંઘ પણ ન આવી. ઠંડીના કારણે ગુરુજીના ચરણ પણ જકડાઈ ગયા હતા.

આમ, તકલીફની વચ્ચે પણ ગુરુજીએ હંમેશાં અન્યની જ ચિંતા રાખી છે.