ગુરુજીએ કોના ચરણસ્પર્શ કર્યા ?
તા. ૨૪-૧૧-૨૦૨૨ના રોજ ઘાટલોડિયા ખાતે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પ્રાત: સભામાં પધાર્યા. એ અવસરે પૂજન વિધિની જાહેરાત થઈ : ‘આપણા સેન્ટરના અગ્રણી હરિભક્ત, સત્સંગના પાયામાં જેમના બલિદાન છે તેવા અંબાલાલભાઈ વ્હાલા ગુરુજીનું પૂજન કરવા સ્ટેજ પર પધારશે.’
અંબાલાલભાઈને અવસ્થાના ભાવ જણાતા હતા તેથી તેઓના દીકરા હજુ તેમને પૂજન માટે ઊભા કરવા જતા હતા ત્યાં તો અહોઆશ્ચર્ય...
ગુરુજી સ્વયં પોતાના આસન પરથી ઊભા થઈ સ્વયંસેવક જોડેથી હાર લઈ સ્ટેજ પરથી નીચે ઊતર્યા.
આખી સભા સ્તબ્ધ થઈ ગઈ કે હવે ગુરુજી ક્યાં પધારશે ?
એટલામાં ગુરુજી સામે ચાલી અંબાલાલભાઈ પાસે પહોંચી ગયા અને સ્વહસ્તે અંબાલાલભાઈનું હાર પહેરાવી પૂજન કર્યું, અને તેઓને રાજી કર્યા.
અંબાલાલભાઈ ગદ્ગદિત થઈ ગયા કે, ‘મારે ગુરુજીનું પૂજન કરવાનું હોય કે તેઓએ મારું ?’ એમ વિચારતાં ગુરુજીને ભેટી પડ્યા. ગુરુજીએ તેઓના માથે હસ્ત મૂકી આશીર્વાદ આપ્યા. એટલું જ નહિ ગુરુજીએ આજે જાણે દાસત્વભાવની ચરણસીમા ઓળંગતા હોય તેમ નીચે નમી અંબાલાલદાદાને ચરણસ્પર્શ કર્યા.
આહાહાહા... આ કેવું દિવ્ય સ્વરૂપ છે !! સ્વયં અનંતના ગુરુસ્થાને હોવા છતાં પોતાનું સ્થાન છોડી હરિભક્તનું પૂજન કર્યું અને અતિ દાસત્વભાવે તેઓના ચરણસ્પર્શ કર્યા !!
આવી અવળી ગંગા તો ગુરુજી જ ચલાવી શકે...