લિફ્ટનું બટન કોણે દબાવ્યું ?
‘આ લિફ્ટનું બટન કોણે દબાવ્યું ? હમણાં તો આ ઉપરના ફ્લોર પર હતી. વળી, અહીં કોઈ મુક્તો પણ દેખાતા નથી.’
ગુરુજીની સેવામાં રહેલા પૂ. સેવક સંત લિફ્ટ કોણે બોલાવી હશે ? તે શોધવા ચારે તરફ દૃષ્ટિ કરતા હતા. એ જ સમયે માળા કરતા ગુરુજીનાં દર્શન થયા.
પૂ. સેવક સંત લિફ્ટ આગળ ઊભા હતા. એટલામાં જ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી લિફ્ટની નજીક આવ્યા.
પૂ. સેવક સંતે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને ચરણસ્પર્શ કર્યા.
ગુરુજીએ કહ્યું, “સ્વામી, તમે હમણાં બોલતા હતા કે કોણે લિફ્ટ બોલાવી ? તો એ તો તમને ચરણની તકલીફ હોવાથી ડૉક્ટરે સીડી ચડવાની ના પાડી છે માટે અમે લિફ્ટ બોલાવી છે. તમારે લિફ્ટમાં જ જવાનું છે.”
મા બાળકનો પળે પળે ખ્યાલ રાખે તેમ આતમની જનની ગુરુજી આત્માની સાથે અવરભાવનું જતન પણ કેટલું ચોક્સાઈપૂર્વક કરે છે.
“જનનીની જોડ સખી નહિ જડે રે લોલ...”