જેવું બોલીએ એવું વર્તીએ
એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સ્ટાફમુક્તોને લાભ આપવા પધાર્યા હતા.
સૌપ્રથમ ગુરુદેવ પ.પૂ. બાપજીએ મંદિરમાં ઠાકોરજીને દંડવત દર્શન કર્યાં.
જ્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી મહારાજનાં દર્શન કરતા હતા ત્યારે સમૂહગાન ચાલુ હોવાથી તેમના કર્ણપટ પર કીર્તનના શબ્દો પડયા...
“કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા, રહેતા શીખો રે...”
ત્યારે વર્તનના પ્રખર આગ્રહી એવા ગુરુદેવ પ.પૂ. બાપજી તરત જ વર્તનલક્ષી દિવ્યદૃષ્ટિપ્રદાન કરતાં બોલ્યા કે, “ખાલી બોલો છો ‘રહેતા શીખો રે...’ પણ મૂર્તિમાં રહેતાય નથી ને મૂર્તિમાં રહેવાનું શીખતાય નથી. જેવું બોલીએ છીએ તે પ્રમાણે વર્તવાના આગ્રહી થવું જોઈએ.”
આમ, નાનામાં નાની બાબતમાં પણ ટકોર કરી ગુરુદેવ પ.પૂ. બાપજી વર્તનનો આગ્રહ જણાવતા હોય છે.