તા. ૧૮-૦૭-૨૦૧૩ના રોજ નકોરડી એકાદશીનો દિવસ હતો. એસ.ટી.કે.ના બધા મુક્તોએ નકોરડી એકાદશી કરી હતી.

આ સમયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હોવા છતાં બધા મુક્તોને દર્શન આપવા માટે સંતશયન હૉલમાં પધાર્યા હતા.

એસ.ટી.કે.ના મુક્તો એ દર્શન કર્યા અને વાત કરી કે, “અમે સૌ મુક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્વાસ્થ્ય માટે ૮૦ દંડવત અને ૮૦ કલાકનું ધ્યાન એવા રાજીપાનાં સાધનો કરીએ છીએ.”

“કેમ ૮૦ જ ?”

“ગુરુદેવ પ.પૂ. બાપજીને અવરભાવમાં ૮૦ વર્ષ થયા છે એટલે.”

“મુક્તો, અવરભાવમાં ૮૦ વર્ષ થયા હોં ! પરભાવમાં નહીં. મોટાપુરુષને રાજી કરવા અવરભાવમાં રાજીપાનાં સાધનો કરવા પરંતુ મોટાપુરુષનો પરભાવ ક્યારેય ભુલાવો ન જોઈએ. તેમને વિષે દેહધારીના જેવા ભાવો ન પરઠવા.”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રસંગોપાત્ત પળે પળે મોટાપુરુષનો પરભાવ દૃઢ કરાવે. અને પરભાવમાં જવાની રીત શીખવે છે.