એક સેન્ટરમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ધનુર્માસની ધૂનમાં લાભ આપવા પધાર્યા હતા. સંતો-હરિભક્તો ધનુર્માસની ધૂનમાં જોડાયા હતા. સાથે સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ મૂર્તિમાં નિમગ્ન થઈને બિરાજ્યા હતા. ધૂનમાં શિયાળાની ઠંડી કરતાં પણ એ દિવ્યપુરુષનાં દર્શનની શીતળતા હૈયું ઠારતી હતી.

સમય થતાં ધૂનની પૂર્ણાહુતિ થઈ.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ રાજી થઈ સૌને લાભ આપી આત્મીક જતન કર્યું. ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું કે, “બધા મુક્તોને શીરાની પ્રસાદી મળે છે ?” પરંતુ એ દિવસે પૂ. સંતોની જાણ બહાર રહી જવાથી શીરાની પ્રસાદી મળતી નહોતી. તેથી હરિભક્તોએ ના પાડી. તેથી સૌની મા સમાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂ.સંતોને કહ્યું, “સંતો, તમામ હરિભક્તોને દરરોજ શીરાની પ્રસાદી મળે તેવી વ્યવસ્થા કરાવવી. બધા પોતાની ઊંઘ છોડી મહારાજને રાજી કરવા ધૂનમાં આવે છે તો તેઓને પ્રસાદી આપ્યા વગર પાછા ન મોકલાય.” આમ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સંતોને જણાવી શીરાની પ્રસાદી મળે તેની વ્યવસ્થા કરાવી.

વાહ ! દયાળુ, કેવી આપની દયાળુતા !