ગુરુજીની લાગણીશીલતા
“પરમાર્થ અર્થે આવિયા, નિજસ્વાર્થ નહિ લવલેશ...”
એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એસ.ટી.કે.ના મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભાખંડમાં પ્રવેશી ઠાકોરજીને બે દંડવત કર્યા. સર્વે મુક્તોની સમક્ષ નીચા નમી ભાવથી જય સ્વામિનારાયણ કરી પોતાના આસન તરફ જઈ રહ્યા હતા. પરંતુ તેઓ અટક્યા. સમર્પિત મુક્તો તરફ જોયું તો સમર્પિત મુક્તોનો એક પણ પંખો ચાલુ નહોતો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી કશું જ બોલ્યા વિના પાછા ફર્યા. સ્વિચ બોર્ડ પાસે પહોંચ્યા. સમર્પિત મુક્તોની ઉપરના પંખાની સ્વિચ ઑન કરી. પંખા ચાલુ થયા એટલે તેઓ સર્વે મુક્તોની સામે જોઈ મર્માળું હસ્યા. જેમ ‘મા’ બાળકની પળે પળે ચિંતા રાખે તેમ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની માતૃવાત્સલ્ય ચેષ્ટા દ્વારા ફલિત થતા માતૃવાત્સલ્ય પ્રેમે તેમની સાથે સૌને સ્નેહના તાંતણે બાંધી દીધા.