તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ગુરુજી વહેલી સવારે વિચરણમાં પધારવાના હતા. સવારે મંગળા આરતી વખતે સંતો-હરિભક્તોએ લાભ લીધો. શ્લોકગાન દરમ્યાન પૂ. સંતો મહારાજની આગળ દંડવત કરી રહ્યા હતા. તે વખતે નીકળવાનું મોડું ન થાય તેવા હેતુથી સેવામાં રહેલા હરિભક્તો ગાડીમાં સામાન મૂકવા માટે ગયા.

ત્યારે ગુરુજીએ તેમને પાછા બોલાવ્યા અને કહ્યું કે, “સામાન પછી મૂકજો. પહેલાં ઠાકોરજીને દંડવત કરી લો.”

આમ કહી ગુરુજીએ મહારાજનું મુખ્યપણું રખાવ્યું. વાહ ગુરુજી ! આપની સૂક્ષ્મ દૃષ્ટિએ અમને તથા અમારી સાથે રહેલા સંતો-હરિભક્તોને કેવા પાઠ શીખવાડવા જોઈએ ? તે જણાવવાનું પણ બાકી ન રાખ્યું.