આ ઘડિયાળ રાજીપાના માર્ગે આગળ દોડે છે
તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ઉના ખાતે શિબિરમાં ગુરુજી લાભ આપી રહ્યા હતા. તે વખતે સભામાં જે ઘડિયાળ રાખવામાં આવેલી તે ૧૫ મિનિટ આગળ હતી.
સંતો-હરિભક્તોને શરૂઆતમાં ખ્યાલ ન હતો. શિબિર દરમ્યાન જ્યારે ગુરુજીને ખ્યાલ આવ્યો કે, ઘડિયાળ ૧૫ મિનિટ આગળ છે. તરત જ સૌને ગુરુજીની ગુણગ્રાહક રીતનાં દર્શન થયાં.
ગુરુજીએ કહ્યું કે, “આ ઘડિયાળ રાજીપાના માર્ગે આગળ દોડે છે અને આપણે જ પાછળ રહી ગયા છીએ.”
આમ કહી ત્યાં હાજર સૌને નિર્જીવ વસ્તુમાં પણ ગુણગ્રાહક દૃષ્ટિ રાખતા શિખવાડ્યું.