ઈ.સ. ૨૦૧૩માં ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે શુક્રવારની એક પ્રાત: સભામાં સ્ટાફના સર્વે હરિભક્તોને કથાવાર્તાનો લાભ આપવા પધાર્યા હતા. સભા બાદ કોઈ હરિભક્ત બોલ્યા, “બાપજી, આજે આપે ખૂબ સરસ લાભ આપ્યો.”

                    “અમે લાભ આપતા જ નથી. લાભ તો મહારાજ આપે છે. અમારાથી સૂકું પાંદડુંય ન તૂટે. માટે કાયમ મહારાજને જ કર્તા માનવા.” મહારાજના કર્તાપણાની અનોખી સમજણ પીરસી બાપજી લઘુ કરવા પધાર્યા. જોડે સેવક સંત પૂ.સિદ્ધાંતસ્વામી પધારેલા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેમને કહ્યું, “સ્વામી, આજે મહારાજે માન વિષય ઉપર ખૂબ સારો લાભ આપ્યો.”

                    આહાહા ! કદીયે પોતે વક્તાપદ, ઉપદેષ્ટા પદ લીધું જ નહીં. કાયમ મહારાજને જ કર્તા કરી ઉપદેશામૃત વરસાવનાર ગુરુદેવ પ.પૂ. બાપજીને કોટિ કોટિ વંદન.