“લ્યો, આ પ્રસાદીની પેન તમે રાખો.”

“અરે દયાળુ, આ પેન ખરેખર સેવક આપના માટે લાવ્યો છે. આપ ગ્રહણ કરો દયાળુ.”

“ભગત, અમને સાધુને આવી ભારે પેન ન શોભે. અમે સસ્તી-સાદી પેનો જ વાપરીએ છીએ.”

વાત એમ હતી કે એક હરિભક્તે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને કંઈક ભેટ ધરવા વિચાર્યું. એ ભેટ પણ એવી કે ગુરુજીના ઉપયોગમાં આવે. તેથી થોડી મોંઘી પેન આપી. પરંતુ મોંઘી પેન જોઈ ગુરુજીએ હરિભક્તને પેન પ્રસાદીની કરી પાછી આપી દીધી.

  વાહ ગુરુજી વાહ ! આપ કેવા પરભાવી સ્વરૂપ છો કે જેને અવરભાવની કોઈ મોંઘી ચીજ-વસ્તુની કોઈ સ્પૃહા

નથી. સામે ચાલીને કોઈ આપે તો પણ ગ્રહણ કરે નહીં.