ગુરુજીને કોની બીક ?
“ગુલુજી, ગુલુજી... હું તમને એક વાત પૂછું ?” બાળમુક્તએ ગુરુજીને પોતાની કાલીઘેલી ભાષામાં પૂછ્યું.
“હા... કેમ નહિ ?” ગુરુજીએ બાળમુક્તના મસ્તકે હસ્ત પ્રસરાવતા કહ્યું.
“દયાલુ, અમને તો સિંહ-વાઘની બીત લાગે.. હાઉં.. ને વળી ભૂતની તો બહુ બીત લાગે. તમને કોઈની બીત
લાગે ?”
ગુરુજીએ મર્માળું હાસ્ય કરતાં કહ્યું, “ના... રે, અમને વાઘ-સિંહની તો કોઈ બીક નથી લાગતી, નથી ભૂતની બીક લાગતી. પણ મારાથી મારા ગુરુદેવ બાપજી અને સંતો-ભક્તો દુભાઈ જાય તેની બીક લાગે. કારણ સત્સંગના નાના બાળક દુભાઈ જાય તો હું રડી પડું. મારી સર્વસ્વ મિલકત લૂંટાઈ ગઈ હોય એટલો દુઃખી થઈ જઉં કે, અરર ! મારા મહારાજ દુભાઈ ગયા?”
“દયાળુ, મને તો કોઈને હર્ટ (દૂભવતા) કરતા સહેજેય બીત નથી લાગતી. પણ હવે હું તમારી જેમ કોઈને ક્યારેય હર્ટ નહિ કરું હો ને...” બાળમુક્તએ કહ્યું.
દયાળુ ! આપ કેવા દિવ્ય સ્વરૂપ છો કે કારણ સત્સંગના નાના બાળમુક્તમાં પણ શ્રીહરિનાં દર્શન કરવાની રીત સ્વજીવન દ્વારા શીખવો છો.