ધણી રાખે તેમ..
ઈ.સ. 2015માં આફ્રિકા વિચરણ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્યદિન બાદ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ મંદવાડલીલા ગ્રહણ કરી હતી. ગુરુજીને અવરભાવમાં એપોલો હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા.
તા. 14-3-2015ના રોજ પૂ. સંતો ગુરુજીને જમાડતા આનંદસહ કહેતા હતા કે, “દયાળુ, આવતી કાલે આપણને હૉસ્પિટલમાંથી રજા મળી જવાની છે. આવતી કાલે તો સ્વામિનારાયણ ધામ પર આવવાનું થશે ને... સંતો, STKના મુક્તો ને ગુરુકુલના મુક્તોને આપનાં દર્શનનો તલસાટ છે.” ત્યારે જેના રોમ રોમમાં શ્રીહરિનું કર્તાપણું દૃઢ છે એવા ગુરુજીએ સહસા જ સંતોને કહ્યું, “મહારાજની ઇચ્છા હશે ને કાલે ધામ ઉપર લાવશે તો આવીશું. એ જેમ રાખે તેમ રહેવાનું. એ જ્યારે, જ્યાં, જેવી રીતે, જેમ રાખે તેમ રહેવાનું. આપણી કોઈ ઇચ્છા કે કોઈ સંકલ્પ ન હોવો જોઈએ.”
વાહ દયાળુ ! આપ મહારાજ સાથે એકમેક છો ને મહારાજ જેવા છો છતાં આપના અવરભાવી દિવ્યજીવનમાં શ્રીહરિનું કર્તાપણું કેટલું દૃશ્યમાન છે.
‘ધણી રાખે તેમ રહેવાનું, દેખાડે તેમ જોવાનું...’