સમયની કટિબદ્ધતા
“દયાળુ, AYP કેમ્પમાં રિશેષ પછી હજુ જૂજ હરિભક્તો જ આવ્યા છે. તો બધા આવી જાય પછી આપણે જઈએ તો...?” એક સંતે ગુરુજીને પ્રાર્થના કરી.
“કેમ ? સમય થઈ ગયો છે. તો હવે આપણે જવું જ જોઈએ. ભલે હરિભક્તો ન આવ્યા હોય તો શું ?” ગુરુજીએ પ્રત્યુત્તર આપ્યો.
“દયાળુ, આપ અહીં બિરાજો, આપના સેવા કાર્ય પૂર્ણ થઈ જશે. હરિભક્તો આવી જશે એટલે આપણે લાભ આપવા જઈશું. ત્યાં જઈ આપનો સમય ન બગડે.” ફરીથી પૂ. સંતે ગુરુજીને વિનંતી કરી.
“ના, આપણે સમયે કેમ્પમાં જવું જ જોઈએ. આપણા ગોઠવેલા સમયનું આપણે જ પાલન નહિ કરીએ તો સમાજ પાસેથી શું આશા રાખીશું !! વળી, આપણે તો કથાવાર્તા શરૂ કરી દઈશું. જે હરિભક્તો સમયે આવી ગયા છે તેમનું શું ??”
આમ, આપણા ગુરુજી સમયને વળગી રહેવા ઘણી વાર પોતાનો આરામ, જમાડવાનું કે અન્ય સેવાઓ પણ જતી કરી દે છે. સમયપાલનના કેવા આગ્રહી !!