સંવત 1870 ફાગણનો રંગોત્સવ પૂર્ણ કરી શ્રીહરિ વડતાલથી એકાએક ગઢપુર જવા તૈયાર થયા. 

ત્યારે એક ભક્તે મહારાજને રોકતાં કહ્યું, “દયાળુ ! છેલ્લા પાંચ પાંચ મહિનાથી આપ ગઢપુર બિરાજ્યા હતા ને અહીં ગુજરાતમાં તો હમણાં જ પધાર્યા અને ફરી પાછા ગઢપુર ?”

 શ્રીહરિ આ સાંભળી રહ્યા ને કહ્યું, “દાદાખાચર નાના છે પણ તેમની અમારા પ્રત્યેની ભક્તિ બહુ મોટી છે. તેમના અંતરમાં અમારી મૂર્તિ સિવાય ગામ-ગરાસ કે સ્નેહીજનોને સ્થાન નથી. અમારા ચિંતવનમાં તેમણે ગામ-ગરાસની ચિંતા વિસારી મેલી છે એટલે અમારે માથે તે ચિંતા આવી પડી છે. તેથી હવે ગઢપુર પાછા જવું પડે છે.”

વાહ! દયાળુ વાહ ! આપ કેવા ભક્તવત્સલ છો..