મહામોંઘી કથા
એક વાર ગુરુદેવ પ.પૂ. બાપજી સુરેન્દ્રનગર મંદિરે ઉપાસના શિબિરમાં લાભ આપતા હતા.
સાંજના ચાર વાગ્યાના સેશનનો પ્રારંભ થઈ ગયો હતો. પરંતુ મુંબઈ તથા અમદાવાદના મોટેરા સુખી હરિભક્તો કથામાં આવ્યા ન હતા.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ ફોન કરી તેમને બોલાવ્યા. થોડી વારમાં મોટેરા હરિભક્તો આવી પહોંચ્યા.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ ભરસભામાં આ સૌ હરિભક્તોને ટોકતાં કહ્યું, “આ દેહને સાચવવામાં મહામોંઘી કથા ખોઈ તેનું શું ?”
સૌ હરિભક્તો હાથ જોડી રહ્યા. ગમે તેવો મોટો સુખી હોય કે પછી અધિકારી હોય...
પરંતુ ગુરુદેવ પ.પૂ. બાપજી કદી કોઈની સત્તાથી કે મોટપથી દબાયા નથી.
આમ, મોટો શેઠિયો હોય, લખપતિ હોય કે પછી કરોડપતિ હોય પરંતુ તેની પણ શેહશરમ કે મહોબતમાં દબાયા વિના ગુરુદેવ પ.પૂ. બાપજી સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી, મહારાજના રાજીપાનું દિવ્યજીવન જીવાડતા.