ગુણગ્રાહી વ્હાલા ગુરુજી
વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી અમદાવાદ મીઠાખળી વિસ્તારમાં એક હરિભક્તને ત્યાં પધરામણી માટે ગયા. રસ્તામાં એક હરિભક્તે કહ્યું, “સ્વામી, આ મોટો માણસ છે છતાંય ઘરનું ઘર લેતા નથી ને ભાડાના ઘરમાં રહે છે. કેવું કહેવાય ?”
ગુરુજી પધાર્યા. આરતી કરી પછી ગુરુજીએ પૂછ્યું,
“આ તમારું પોતાનું ઘર ?”
“ના સ્વામી, આ ઘર મોટું છે ને બધી સુવિધાવાળું. આ ઘરનું ભાડુ હું મહિને ૬૦,૦૦૦ રૂપિયા ભરું છું. જો આ જ ઘરનું ઘર લઉં તો મહિને ૫,૦૦,૦૦૦ રૂપિયાનો હપ્તો થાય. એ તો ક્યારે પૂરું થાય ? તેના કરતાં ભાડે રહેવું શું ખોટું ?”
પધરામણી પૂર્ણ કરી ગાડીમાં બિરાજ્યા પછી ગુરુજીએ હરિભક્તોને શીખ આપી, “આ હરિભક્તના જીવનમાંથી શીખવા જેવું છે, કેટલું money management કરે છે, તેમની પાસે ઘણુંબધું હોવા છતાં દેખાડો કરવા ઉડાડી દેતા નથી.”
આમ, ગુણબુદ્ધિવાળા હરિભક્તના જીવનમાંથી પણ ગુણ ગ્રહી હરિભક્તોને વ્યવહારિક રીત શીખવે આપણા ગુરુજી...